હાસ્ય મંજન - 25 - આત્મ સર્જન વિસર્જન કે સમર્પણ

આત્મ સર્જન, વિસર્જન કે સમર્પણ..!                                                                        ટાઈટલ વાંચીને માથે ગોવર્ધન પર્વત ઉપાડવાની જરૂર નથી. મગજ ઉપર નાહકનું ભારણ આવશે. મગજનું જોડકું પીઠમાં કે પગની પિંડીમાં આવેલું નથી,  માથાના તાળવાની નીચે જ ડબલ બેડ ઉપર સુતેલું છે. સુતેલા સાપને છંછેડવામાં વેર તો વધે જ સાથે ઝેર પણ વધે..! ૨૦૨૫ ના ઉઘડતા વર્ષની ઉઘડતી સીલ્લ્કમાં, આત્મ સર્જન, સંવર્ધન વિસર્જન ને સમર્પણ જેવો ગહન વિષય છેડીને, મારાથી વીંછીના ડબ્બામાં હાથ નંખાય ગયો, ને મોતના કુવામાં બંને હાથ છોડીને મોટર સાઈકલ ચલાવવા જેવી બાહોશી પણ થઇ ગઈ..!  ફૂલ સાઈઝનો છછુંદર ગળતા સાપ જેવો મૂંઝારો અનુભવું  છું મામૂ..! અબ્બા મેરી ભૂલચૂક બીજું શું..?બાકી  ખાતરી રાખજો કે, મારે કોઈના પણ મગજને છટકાવવું