હાસ્ય મંજન - 24 - પતંગ એટલે જીવતરનો સંદેશ

(296)
  • 1.9k
  • 678

  પતંગ એટલે જીવતરનો સંદેશ      ‘ગુલાંટ પતંગનો જન્મસિદ્ધ અધિકાર’ છે..! ખૂબી ત્યાં છે કે, પતંગ કે વાંદર ગુલાંટ મારે તો લીલા, ને આપણે મારીએ તો રામલીલા..! લોકો પીંખી  નાંખે કે, આ ઉમરે શું તાક..ધીના  ધીન..કરો છો..? કોઈ જ વાહવાહી નહિ કરે ..! એના કપાળમાં કાંદા ફોડું, કાગારોળ કરી મૂકે કે, ઘરડે ઘડપણ શું ગુલાંટ ખાવાની ઉપડી..? ‘પલવડી’ કાનમાં ઘુસી ગઈ હોય એવી હોહાઆઆ થઇ જાય..! જો કે, વાંદરી સામે ગુલાંટ ખાતો વા-નર અને આકાશમાં ગુલાંટ ખાતા પતંગ જેટલો આનંદ, માણસની ગુલાંટમાં આવે તો નહિ, પણ જૈસી જિસકી શૌચ.! વાંદરા પૂર્વજો હોય તો પ્રણામ કરવાના, પણ જેને જે છાજે, તે તેને જ છાજે મામૂ..! એટલે તો વાંદરા માણસ બનવાની TRY  કરતાં