હું પાંચ-છ વર્ષની હતી ત્યારથી મને સાયકલ નામના બે પૈડાવાળા વાહનનું ગજબનું આકર્ષણ હતું. આમતો ગામમાં બળદગાડા, બસ, સ્કૂટર અને મોટરગાડી સુધ્ધાં હતા, પણ સાયકલમાં જે સ્વચ્છંદીપણું છે તે બીજા કોઈ વાહનમાં મને કયારેય નજરે પડ્યું નહીં. ગામનાં બાળકો અને વડીલોને સાયકલ પર નિત્ય આવતા-જતા નિહાળવા એ મારો શોખ હતો. સાયકલોમાં પણ પાછી નવીનતા દેખાતી. ઘણાંની સાયકલો એકદમ સીધીસાદી હોય, તો ઘણાએ તેના હેન્ડલ પર લટકણીયા લટકાવ્યાં હોય. ઘણાંની સીટો તેમના જીવન જેવી નીરસ! તો ઘણાંની જાણે રાજાની બેઠક ના હોય! દરરોજ શાળાએથી પાછા ફરતી વેળાએ હું રસ્તામાં દસ મિનિટ ફક્ત સાયકલના ટાયરમાં હવા કેવી રીતે ભરાય છે તે જોવા