Fri, 17 Jan at 2:36 pm પાપ તારું પરકાશ જાડેજા...! પ્રયાગરાજમાં જ્યારથી મહાકુંભ મંડાયો છે ત્યારથી, મારી ભાર્યામાં સંસ્કારલક્ષી પવનનો વંટોળ ફૂંકાવા માંડ્યો છે બોસ..! (આ ઉમરે જાનૂ-સ્વીટી-ડાર્લિંગ-હની-બેબી- પ્રાણેશ્વરી -હૃદયેશ્વરી-અર્ધાંગના-જાયા-પ્રિયા કે ગૃહલક્ષ્મી જેવા રેશમી શબ્દોના સંબોધન સારા નહિ લાગે. ચાહમાં પિત્ઝા બોળીને ખાતા હોય એવું લાગે..! એટલે, ‘ભાર્યા’ શબ્દનો પ્રયોગ કર્યો છે, ફાવશે ને..? (જો કે, વાઈફ મારી સંબોધન મારું તમને શું વાંધો હોવાનો..?) પણ...ભાર્યા એટલે ભરેલા રીંગણા જેવી. એની જાતને સવારે એટલા સુંવાળા શબ્દોથી ઉઠાડે કે, ‘હે આર્યવ્રત..! સુરજના કુમળા કિરણો ખિડકી વાટે ગૃહ પ્રવેશ કરી રહ્યા છે. આપણી સુજની ટાઈઢ સાથે Link કરેલી નથી, માટે સુજની ત્યાગ કરીને હવે શૈયા-ત્યાગ કરી ઉભા થઈ જાવ નાથ..! ગઈકાલે અસ્વચ્છ થયેલા