હાસ્ય મંજન - 22 - મોનાલીસા, લીસા લીસા...!

મોનાલીસા...લીસા..લીસા !                         જગ જાહેર વાત છે કે, ‘મોનાલિસાનું’ ચિત્ર બનાવનારા લિઓનાર્ડો દ વિન્ચીની ગણના વિશ્વના મહાનતમ ચિત્રકારોમાં થાય છે.  બસ...ત્યારથી આ ‘મોનાલીસા’ શબ્દ મગજે ચઢી ગયેલો. ત્યારબાદ નાઈજીરિયન અભિનેત્રી મોનાલીસા ચીંદા લોક જીભે આવી. એ જ પ્રમાણે ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ પણ પોતાના સુંદર દેખાવથી ચાહકોનું દિલ જીતવામાં કચાશ નહિ રાખી. આવી તો અનેક મોનાલીસા આ પૃથ્વીના પટ ઉપર આવી હશે. કોઈ લીસા..લીસા, તો કોઈ ખરબચડી પણ હશે...!  પણ ૧૪૪ વર્ષે પ્રયાગરાજ ખાતે મળી રહેલા કુંભમેળામાં માળા વેચતી ‘મોનાલીસા’ ને  તો રાઈનો  પહાડ બનાવી દીધી. કોઈએ  શ્રીદેવી સાથે સરખાવી તો કોઈએ, કોઈએ સોનાક્ષી સિંહા સાથે..! કોઈકે તો આવનારી ફિલ્મની હિરોઈન પણ બનાવી..!  શેર બજાર ભલે  ગુલાંટ ખાતુ હોય,  પણ ‘મોનાલીસા’ ના નામના વાવટા દુનિયાભરમાં ફરકવા લાગ્યા. એની