હાસ્ય મંજન - 21 - વૈતાળ પકડું પકડું ને ઉડી જાય

  • 152

વૈતાળ પકડું પકડું ને ઉડી જાય...!                                      સ્વાદિષ્ટ બાસુદી ખાતા ખાતા બાસુદીના વાડકામાંથી, વંદો નીકળી આવે એટલો આઘાત શીર્ષક વાંચીને વાંચકને લાગશે, એની મને ખબર છે. પણ હાસ્ય ખોતરવાનો મારો આ અલગ પ્રયાસ છે. સમુદ્ર મંથન કરતાં કાલકૂટ ઝેર નીકળેલું, પછી અમૃત નીકળેલું એમ હાસ્ય પણ નીકળશે. ધીરજના (ધીરજભાઈના નહિ હંઅઅકે..?) ફળ મીઠા..! ૧૪૪ વરસે કુંભમેળો આવ્યો ને, માળા વેચતી મોનાલીસા વિખ્યાત થઇ ગઈ, તો યે ક્યા ચીજ હૈ..? ૭૭ વર્ષના ભાભા  ચમનીયાને પાડોશમાં કોઈ ઓળખતું નથી, ને મોનાલીસાએ ઘર ઘરના મગજમાં માળો બાંધી દીધો. હરિકૃપા અપરંપાર છે બોસ..! જે હોય તે, કુંભમેળા ભરાય ત્યારે આધ્યાત્મિક બેટરી જ ચાર્જ થાય એવું નથી. આત્મા દેખાય પરમાત્મા દેખાય ને