વસંતઋતુ એટલે હાસ્ય-લીલા.! ઋતુ ગમે તો હોય મામૂ..! એના નજારા ઉપર બધું છે. વસંતઋતુનો તો નજારો જ એવો કે, તેને જોઇને મનડું કકળાટ કરવાને બદલે થનગનાટ કરવા માંડે..! છત્રી-રેઇનકોટ-સ્વેટર કે ઈતર હથિયારની ઝંઝટ જ નહિ ને..? ફક્કડ બાવા ગિરધારી થઈને ફરવાનું ને હાઈઈ-બાય કરવાનું..! વસંત ઋતુમાં બાવળિયો પણ ખીલે..! વસંત ઋતુ એટલે પ્રકૃતિની લીલા, ને કુદરતની હાસ્ય-લીલા..! રખે માનતા કે, હસવાનો ઈજારો માણસ પાસે જ છે. હસવાનું મન તો કુદરતને પણ થાય. હસવાની ઉપડે ત્યારે ભગવાન વસંતનો ઉઘાડ આપે. માણસ અને કુદરત ભેગા હસે..! ફેર એટલો કે, માણસ હસે તો ખીખીખીખી કરે, ત્કુયારે દરતનો હસવાનો અંદાજ જ અલગ. હસવાના થાય ત્યારે, રમેશ ચાંપાનેરીને સાંભળવા