મારા અનુભવો - ભાગ 31

  • 258
  • 72

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 31શિર્ષક:- અઢી આનાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ 31. "અઢી આના"જેને આત્મકલ્યાણ કરવું હોય તેના માટે પાંડિત્ય જરૂરી નથી પણ જેને વ્યવસ્થિત રીતે ધર્મપ્રચાર કરવો હોય તેના માટે યથાસંભવ વિદ્વત્તા જરૂરી છે. ભારતીય સાધુસમાજમાં કદાચ એક ટકો પણ વિદ્વત્તાવાળા નહિ હોય.વિદ્યાપ્રચાર પ્રત્યે અનેક કારણોસર ઉદાસીનતા રહી છે. એટલે જૈન સાધુઓમાં જે એક સમાનરૂપતા જોવાય છે, બૌદ્ધ ભિક્ષુઓમાં પણ ઉપરી સમાન વ્યવહાર દેખાય છે. પાદરીઓમાં પણ સમાન ધ્યેય તથા સમાન આચાર-નિયમ દેખાય છે, તેવું હિન્દુ ધર્મમાં નથી દેખાતું. અહીં અનેક સ્તર, અનેક પ્રકાર તથા અનેક આચાર જોઈ શકાય છે.