શ્યામ રંગ....લગ્ન ભંગ....13

  • 238
  • 1
  • 66

હરખ અને ઉત્સાહ થી ભરેલી આરાધનાને નાનપણથી જ કોઈ ખાસ કહી શકાય તેવી સખી કે બહેનપણીઓ હતી નહી.આરાધના નાનપણથી જ અનંત સાથે હસી, રડી અને તેની સાથે જ ધર- ઘર રમતી અને તેની સાથે જ ઝઘડતી .... અનંત અને આરાધના ખૂબ સારી રીતે એક બીજાને સમજતા.બન્ને વચ્ચે ફ્રેન્ડશીપનુ એક અલગ જ બોન્ડીંગ હતુ. બન્નેને વાતચીત માટે વધારે શબ્દોની જરૂર પડતી નહીં.અનંત બહુજ બોલે, આરાધના અનંતને શાંતિથી સાંભળે.બન્ને સાથે હોય ત્યારે ગમે તેવી મુશ્કેલીઓ પણ મુશ્કેલીમાં મૂકાઈ જતી.           આજ જ્યારે આરાધના તેના જીવનની શરૂઆત અમન સાથે કરવા જઈ રહી ત્યારે તે ખૂબ હરખથી અમનને અનંત સાથે મળાવવા,