રઘલાને દવાખાને લવાયો ત્યારે લાભુ રામાણી એમના કવાટર પર આવીને બેઠા હતા. નર્સ ચંપા સાંજની બસમાં બરવાળા જતી રહી હતી. દવાખાને કમ્પાઉન્ડર કમ પ્યુન ઉગો હાજર હતો. બંને પિંડીઓમાંથી વહેતુ લોહી જોઈ એણે તરત નિદાન કર્યું, "કૂતરાએ પિંડીયુના લોંશરા કાઢી નાયખા લાગેસ. આ કેસ આંય રીપેર નય થાય. ઝટ આને બરવાળા ભેગો કરવો પડશે નકર આને હડકવા ઉપડી જાતાં વાર નય લાગે. હું પાટાપિંડી કરી આલું.. હુવડાવી દયો બાંકડા ઉપર્ય.""અલ્યા ઉગલીના..તું દાગતર સો? નાજા દાનાને કૂતરું કયડયું'તું ઈ વખતે તો આંય જ અંજીસન દીધા'તા. ચ્યાં સે દાગતર? પેલા ઈમને જોવા તો દે.'' રઘલા સાથે આવેલા અરજણે કહ્યું."દાગતર સાયેબ... ઈમ બોલવાનું