નિતુ : ૮૭ (વિદ્યા) વિદ્યા કોલેજના મેઈન ગેટ પર દિશા સાથે નિકુંજની રાહ જોતી ઉભી હતી. નિકુંજ ઉતાવળા પગલે તેની પાસે આવતા બોલ્યો, "સોરી... સોરી મારે લેટ થઈ ગયું." "કેટલી વાર હોય?" "અરે સોરી... હવે અંદર જઈએ?" કહેતા નિકુંજે અંદર જવા માટે ઈશારો કર્યો. વિદ્યાના નેતૃત્વ નીચે ફર્સ્ટ યરના વિદ્યાર્થીઓએ જે તૈય્યારીઓ કરી હતી એ જબરદસ્ત હતી. કોલેજના કેમ્પસને એક ક્લબ જેવું બનાવી દેવાયું હતું. તેના કહેવાથી નિકુંજે બ્લેક એન્ડ બ્લેક વિથ બ્લેજર પહેર્યું હતું અને એવા કપડામાં તે વિદ્યાનાં ગ્રુપ સાથે સારી રીતે ભળી ગયો. ઓડિટોરિયમમાં થોડા ચાલેલા પ્રોગ્રામ, વેલકમ પરફોર્મન્સ અને પ્રોફેસર તથા પ્રિન્સિપલના આવકાર ભરેલા ભાષણ બાદ વિદ્યાર્થીઓ ડીજેના તાલ સાથે