ડેટાબેઝ

વિવિધલક્ષી માહિતીઓનું સુવ્યવસ્થિત આયોજન અને સંગ્રહ એટલે ડેટાબેઝદુનિયાભરના અઢળક વિષયોની ડિજિટલ લાયબ્રેરી કરતા એડવાન્સ સમયાંતરે ડેટાબેઝની ઓથેન્ટિસિટીને લઈને થતા વિવાદ વચ્ચે સિક્યુરિટીના પાસાઓ પર એક નજર અલ્લાદિનના ચીરાગ જેવા ઈન્ટરનેટની દુનિયામાં દરરોજ એટલી મોટી સખળડખળ થાય છે કે ન પૂછો વાત. અહીં ચૂંટણી જેવો માહોલ ન હોવા છતા ટેકનોલોજીની અપડેટ્‌સ આવતા અનેક નિષ્ણાંતો દોડતા થઈ જાય છે. જ્યારે પણ ડેટાને લઈને વાત કરવામાં આવે છે ત્યારે સૌથી પહેલા ફેસબુકનો વિવાદ જ સામે આવે છે. ડેટા અને ઈન્ફોર્મેશનમાં એક નાનકડો તફાવત અને ખૂબ નજીકની સામ્યતા છે. જે માહિતી કે વિષય અંગે ઈન્ટરનેટ પર શોધ કરવામાં આવે છે એ ઈન્ફોર્મેશન છે અને