૩ડી પ્રિન્ટિંગ : પ્રિન્ટરમાંથી કાગળના બદલે બહાર આવે છે અવનવી વસ્તુઓ પ્રિન્ટનો કમાન્ડ મળતા હાઈ વૉલ્ટેજ અને ઉષ્ણતામાન વચ્ચે આકાર પામતી વસ્તુ પ્રૉડક્શનથી લઈને પ્લે સ્ટોર ખોલવા મદદરૂપ સૌથી ઉપયોગી માધ્યમ કોમ્પ્યૂટરની દુનિયામાં જ્યારે પ્રિન્ટ ટેક્નોલોજી નવી નવી હતી, ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ કરતા કલર પ્રિન્ટની કિંમત સૌથી વધારે હતી. દરેકને ખિસ્સાને પોસાય એમ ન હતું. પણ અખબારી જગતમાં દાયકાઓથી કલર પ્રિન્ટિગ થાય છે. એ સમય બીબા અને કલર મશિન ટેક્નોલોજીનો હતો. જેમાં ખાસ જર્મનીના મશીન ચોક્કસ રીતે ગોઠવેલા બ્લૉક કૉડ પર રંગ સ્પ્રેડ કરી પ્રિન્ટ કરતા હતા. પરંતુ સમય સાથે બદલાતી ટેક્નોલોજીએ એક નવા યુગની શરૂઆત કરી. પ્રિન્ટિંગ ટૅક્નોલોજીમાં પોર્ટેબિલિટી