નિતુ : ૮૬ (વિદ્યા) વિદ્યા ક્લાસ પત્યા પછી પોતાની હોસ્ટેલ તરફ જઈ રહી હતી. નિકુંજ તેને શોધતો તેની પાસે આવ્યો."હાય નિકુંજ!" તેને જોઈ વિદ્યા અને દિશા બોલી."હાય. અ... વાત કરવી હતી.""શું કહેવું છે તારે?" વિદ્યાએ પૂછ્યું."થેન્ક યુ."દિશાએ પૂછ્યું, "શેના માટે?""તમે બંનેએ મારી આટલી મદદ કરી એના માટે.""ઈટ્સ ઓકે. તું અમારી સાથે બેસી શકે છે. બાય દી વે, કાલે ફ્રેશર પાર્ટી છે. રેડી થઈને આવી જજે.""કાલે? કેમ આટલું જલ્દી?"દિશા કહેવા લાગી, "ઓ મિસ્ટર... કોલેજમાં તમે લેટ આવ્યા છો. બાકી કોલેજ શરુ થયાને પંદર દિવસ વિતી ગયા છે."ત્રણેય વાતો કરતા જઈ રહ્યા હતા, કે રોની અને એના મિત્રો તેઓની સામે આવીને ઉભા રહ્યા. વિદ્યાએ ક્ષણિક