લવ યુ યાર ભાગ-77"મારે તો મારા મિત અને સાંવરીને અહીં જ બોલાવી લેવા છે મારી પાસે..."અલ્પાબેન નર્વસ થઈ ગયા હતા અને પોતાના પતિ કમલેશભાઈને સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા હતા...તેમનાથી એક ડૂસકું ભરાઈ ગયું...પરંતુ કમલેશભાઈની ઈચ્છા તેમ કરવાની બિલકુલ નહોતી...માટે તે અલ્પાબેનને સમજાવી રહ્યા હતા કે..."આપણે એમ બીકના માર્યા આપણા છોકરાઓને પાછા નથી બોલાવવાના એ ત્યાં જ રહેશે અને બિઝનેસ પણ કરશે અને તૈયાર કરેલો માલ વેચી પણ દેશે અને જે આપણને હેરાન કરે છે તેને પકડી પણ પાડશે મારી પુત્રવધુ સાંવરી ઉપર અને મારા દિકરા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે...હિંમતે મર્દા તો મદદે ખુદા......અને કમલેશભાઈની ડહાપણભરી વેપારી બુધ્ધિની વાતોથી અલ્પાબેનમાં