અનંત અને આરાધના ની વાતોનો સિલસિલો ચાલુ જ હતો આટલા દિવસ પછી આરાધના તેના નિઅર એન્ડ ડિઅર દોસ્ત સાથે વાત કરી ખૂબ ખુશ લાગી રહી હતી. અચાનક અનંત કઈક શોધતો હોય એવી એક્ટિંગ કરી રહ્યો હતો.અરે, અનંત તુ અહી શું શોધી રહ્યો છે?એ પણ મારા રૂમમાં.આરાધના, એક ખૂબજ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ છે. બસ, એ જ શોધવાની કોશિશ કરી રહ્યો છું અરે, પણ શું એ તો કહે?આરાધના થોડા આશ્ચર્ય સાથે અમનને પૂછી રહી હતી. અરે, મારી બેસ્ટ ફ્રેન્ડની સ્માઈલ અહી ખોવાઈ ગઇ છે.પણ મળી રહી નથી તુ શોધવાનો પ્રયત્ન કરતો તને કદાચ મળી જશે.અનંત આરાધના સાથે મજાક કરી