હું ક્રિકેટ રમતી રમતી ઘરમાં ચાલી ગઈ. ખબર ની પણ કેમ હું એમનો સામનો ન કરી શકી ? બસ ઘરમાંથી એમને જોયા કર્યા. એ મામા સાથે થોડીવાર ઊભા રહ્યા અને પછી ગયા. મેં એમને જોયા કર્યા. અમે મામાના ઘરે જ હતા વેકેશનમાં ને એક દિવસ રવિવાર હતો. ફળિયામાં મામા એમના મિત્રો સાથે વોલીબોલ રમતા હતા અને મમ્મીએ કહ્યું જા ફળિયામાંથી ભાઈને બોલાવી લાવ. અને હું ગઈ. પણ ત્યાં જઈને જોયું કે ભાઈ તો એમની સાથે વોલીબોલ રમતો હતો. મેં બસ જોયા કર્યું. જ્યારે રમતમાં બ્રેક પડ્યો ત્યારે ભાઈ એમની બાજુમાં બેઠો હતો. મારે ભાઈને બોલાવવો હતો પણ એનું ધ્યાન મારે