રિધમ અને અનાયા ની વચ્ચે એક અનોખી સમજૂતી થઈ ગઈ હતી. રિધમને અનાયા ની આંખોમાં છુપાયેલા એ દુઃખ વિશે જાણવા માટે કોતુહલતા હતી, અને અનાયા ને પણ લાગ્યું કે કદાચ, એણે પહેલીવાર કોઈ સાચા માણસને પોતાના દુઃખની એક ઝલક બતાવી છે.તે દિવસ પછી, રિધમે અનાયાને વારંવાર મળવાનું શરૂ કર્યું. ક્યારેક કેફેમાં, ક્યારેક એની પેઇન્ટિંગ ગેલેરીમાં, તો ક્યારેક શાંત પાર્કમાં, જ્યાં તેઓ કલાકો સુધી વાતો કરતા. અનાયા હંમેશા હસતી અને વાતો કરતી, પણ દર વખતે રિધમ એને જોતો, એને લાગતું કે એ હાસ્ય પાછળ કંઈક છે—એક એવી વાર્તા જે કદાચ હજુ પૂર્ણ થઈ નથી.એક દિવસ, જ્યારે અનાયા અને રિધમ એક ગાર્ડનમાં બેઠા