ગીતાજીમાં ધર્મના આચરણની વાતો ઉપરાંત આપણને તેમાંથી જીવન જીવવાની કળા અંગે અનેક ગુહ્ય વાતો પણ જાણવા મળે છે. દુનિયાના શ્રેષ્ઠ ગ્રંથ તરીકે ગીતાજીની ગણના થવાનું કારણ તેનું વાંચન-ચિંતન કરવામાં આવે તો જ ખબર પડે ! ગીતાજીમાં આહાર વિષે કેટલીક સુંદર વાતો લખી છે તે જરા જોઈએ. ભોજન એ આપણાં અસ્તિત્વને ટકાવી રાખવા માટે અનિવાર્ય છે. ભોજન વગર કદાચ થોડા દિવસો ચલાવી શકીએ, પરંતુ કાયમ નહીં. શ્રીમદ્ ભાગવત ગીતાજીમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે સર્વ પ્રાણીનાં શરીરમાં રહેલ પ્રાણ અને અપાન વાયુથી ઉત્પન્ન થતો વૈશ્વાનર અગ્નિના રૂપમાં પરમેશ્વર પોતે છે, અને તે નીચે દર્શાવેલ ચાર સ્વરૂપમાં આહારને પચાવે છે.