જીવનમાં અણકલ્પેલા, અણધારેલા બનાવો અવારનવાર ટી.વી કે સમાચારમાં જાણવા મળે છે, જેમ કે, દાવાનળ ફાટી નીકળ્યો અને ભારે નુકસાન થઈ ગયું. પ્લેન ક્રેશમાં અનેક લોકો મરી ગયા. રોગની મહામારીમાં લાખો લોકો મૃત્યુ પામ્યા! મોટો બોમ્બ બ્લાસ્ટ થયો. કુદરતી હોનારતો જેમ કે, પૂર, ધરતીકંપ, વાવાઝોડાં થયા અને હજારો લોકો માર્યા ગયા! કેટલાય લોકો અકસ્માતમાં માર્યા ગયા. નિર્દોષ બાળક જન્મતાં જ કેમ અપંગ થયું? આવા અનેક પ્રસંગોથી હૃદય દ્રવી જાય અને ખૂબ મથામણ પછી પણ સમાધાન નથી મળતું. અંતે આપણે “સહુ સહુનાં કર્મો” એમ કરીને અસમાધાનને વરેલા ભારે મન સાથે ચૂપ થઈ જઈએ! આપણે કર્મો બોલીએ છીએ પણ ખરેખર કર્મ શું છે?