મારા અનુભવો - ભાગ 30

  • 424
  • 112

ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 30શિર્ષક:- ખાધા સાટે કથાલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ30 ."ખાધા સાટે કથા"જેણે ભ્રમણ નથી કર્યું તેણે કાંઈ જ કર્યું નથી. ભ્રમણ પણ માત્ર પ્રભુવિશ્વાસે કરવાનું થાય ત્યારે તમારી ચારે તરફ અનુભવો જ અનુભવો આવી જતા હોય છે. ઘરના ખૂણામાં પુરાઈ રહેનારને દુનિયાની શી ખબર ? દુનિયાનાં દર્શન તો વિપત્તિમાં થતાં હોય છે, સંપત્તિમાં નહિ. આપણે આપણી ઇચ્છા પ્રમાણે સંપત્તિ મેળવી શકતા નથી પણ આપણે ધારીએ તો વિપત્તિ તો મેળવી જ શકીએ. જાણી કરીને વિપત્તિઓને આમંત્રણ આપનારને કોઈ ડાહ્યો માણસ ન કહે. ડહાપણ તો પોતાની સુખસગવડને સાચવવામાં તથા વધારવામાં