નિતુ : ૮૫(વિદ્યા)વિદ્યા કોલેજના કોરીડોરમાં પોતાની મસ્તીમાં જ ચાલી રહી હતી. નિકુંજે પૂછ્યું, "શું નામ છે તમારું?"તેણે લોલીપોપ ચગળતા "ઈદીઆ..." કહ્યું."શું? આ તે કેવું નામ? ઈદીઆ." આશ્વર્યથી નિકુંજ પૂછી રહ્યો."અમમ..." કરતાં તેણે લોલીપોપ બહાર કાઢ્યો અને બીજો હાથ નિકુંજ સામે લંબાવતા બોલી, "વિદ્યા."તેની સાથે હાથ મિલાવતા તેણે કહ્યું, "ઓવ... મારુ નામ નિકુંજ છે.""અને મારુ નામ દિશા છે. જેની ઓલરેડી તમને જાણ થઈ ગઈ છે." તેણે પણ ચાલતા ચાલતા હાથ મિલાવ્યો."જી!""શું કામ છે પ્રિન્સિપલ ઓફિસમાં?" વિદ્યાએ પૂછ્યું."હું પહેલીવાર આવ્યો છું અહીં. તો એને મળવા માટે જવું છે.""સેટિંગ સેટિંગ...." દિશાએ નિસાસો નાંખતા કહ્યું.વિદ્યાએ કહ્યું, "હમ. હું તો લાલ પીળી થઈ ગઈ હતી