lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. "બસ, આટલું આ ડાયરીમાં લખ્યું છે. મને તો આ વાંચીને જ ગઈ કાલે ખબર પડી કે મારી પ્રાણપ્યારી બહેનોનું મોત કેવી રીતે થયું હતું. આપણાજ બાપુએ કાળજા પર પથ્થર રાખીને પોતાના હાથેજ પોતાની વ્હાલસોયી દીકરીઓના ગળા કાપ્યા હતા. અને હું મૂર્ખ, એજ રાજના વારસદારોની સેવામાં મેં 40-42 વર્ષ કાઢ્યા ધૂળ પડી મારી આ જિંદગીમાં." મહિપાલ રાવ આટલું બોલ્યા ત્યાં એનો કંઠ ભરાઈ આવ્યો. "ભાઈ આ તો ગજબનો ઇતિહાસ છે. અમને કોઈને આ ખબર જ ન હતી." ત્રીજા નંબરના ભાઈ અનૂપે કહ્યું.