આજે મૌસમ કયાંક વધારે મનમોહક લાગતો હતો કાળ -ઝાળ તડકા થી ભરપૂર ઉનાળા ની ૠતું વિદાય લઈ ચૂકી હતી કાળા ભમ્મર વાદળો થી આકાશ ઘેરાઈ ગયું હતું,ચારેય તરફ ઠંડો પવન વાય રહ્યો હતો,થોડીક વાર પહેલા જ પડેલા વરસાદ ના કારણે હવા માં માટી ની ભીની-ભીની સુગંધ ફેલાયેલી હતી.આવી ખુશનુમા સવાર મુંબઈ શહેર ને વધારે સુંદર બનાવી રહી હતી.માયા નગરી મુંબઈ સપનો નું શહેર કહેવાય છે.અહીયા કોઈ દિવસ રાત નથી પડતી એમ કહીયે તો પણ ચાલે છે અહીંયા રહેવા વાળા દરેક વ્યકિત એક સપનું એક આશા લઈને જીવે છે. અહીયાં કોઈ ક્યારેય કોઈ વ્યકિત એકલું નથી હોતાં આવા માંહોલ માં કોઈ સાવ