મિસ કલાવતી - 3

  • 698
  • 330

ડીસા ચાર રસ્તા ચોકડી પાસે આખોલ ના પાટિયાને અડીને હાઈવે નજીક આવેલી બે એકર જમીનમાં વાડ કરીને, તેમાં કાચું છાપરું બાંધીને મયુરી અને રણજીત તેમાં રહેતાં હતાં મયુરીનું નામ બદલીને અહીં 'મોના' રાખવામાં આવ્યું હતું. રણજીતે પણ હવે મહેસાણા ની 'પટેલ ટ્રાન્સપોર્ટ 'કંપનીની માસિક 3000 રૂપિયા ના પગારવાળી નોકરી છોડી ડીસા માં જ 'અગ્રવાલ ટ્રાન્સપોર્ટ 'કંપનીમાં ₹4,000 ના પગાર વાળી નોકરી મેળવી લીધી હતી. તેથી અઠવાડિયામાં એક બે- કે ત્રણ દિવસે તો ઘેર આવવા તેને અચૂક મળતું .ભલે ગમે તેટલો લાંબો ફેર હોય તોય, આઠ-દશ દિવસે તો તે ઘેર અચૂક આવી જતો .રણજીત ઉપર હવે જવાબદારી આવવાથી તે હવે પૈસાની