મોજીસ્તાન - સીરીઝ 2 - ભાગ 8

  • 588
  • 258

બાબાનો સન્માન સમારંભ પૂરો થયો.ગામલોકો બાબા પ્રત્યે અહોભાવ લઈને પોતપોતાના ઘરે ગયા. જાદવો અને ચંચો બહાર નીકળ્યા એટલે એ લોકોની રાહ જોઈને ઊભેલા ટેમુએ એ બેઉને આંતરીને ઊભા રાખ્યા."તમે બેય સભામાં બેઠાબેઠા જે વાતું કરતા'તા ઈ મેં સાંભળી છે. હું તમારી વાંહે જ બેઠો'તો. તમારી દ્રષ્ટિએ આ ગામમાં કોઈ માણસ સારો નથી બરોબર? બાબાને, તખુભાને ને હુકમચંદજીને તમે બેય ગાળ્યું દેતા હતા ઈ મેં કાનોકાન સાંભળ્યું છે. તમે બેય કેવીના છો ઈ તો આખું ગામ જાણે છે!"જાદવો અને ચંચો ટેમુની વાત સાંભળીને ગભરાયા. જાદવો તરત બોલ્યો, "ઈ તો આ ચંચિયો ડોઢ ડાયો થાતો'તો. હું ઈને કેતો'તો કે બવ નો બોલ્ય.