ભૂલ છે કે નહીં ? - ભાગ 9

  • 482
  • 234

મારી બોર્ડની પરીક્ષા શરૂ થઈ. સાથે ભાઈની પણ શરૂ થઈ હતી. એની પરીક્ષા સવારે હોય અને મારી બપોરે. પરીક્ષા આપીને ઘરે આવું એટલે સાંજ પડી ગઈ હોય. પપ્પા રોજ આવતા મને મળવા. બસ, પરીક્ષા પતાવી ને હું મારા ઘરે પાછી ફરી. ભાઈ તો પરીક્ષા પતાવીને બસ આખો દિવસ રખળ્યા કરતો. આગળ શું ભણવાનો છે એ વિશે કંઈ જ વાત પણ ન કરતો. અને કંઈ પણ જોઈએ એટલે મને આવીને કહેતો કે પપ્પાને કહે કે મને આ અપાવે. હું ત્યારે એની લાગણી ના દુભાય એટલે પપ્પાને કહીને એને એ અપાવી દેતી. મને ત્યારે એમ ન ખબર હતી કે હું એને બગાડી