ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 29શિર્ષક:- ઝડપી લીધોલેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદરજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની મારા અનુભવો… સ્વામી શ્રીસચ્ચિદાનંદજી પ્રકરણઃ…29 ."ઝડપી લીધો"ફરતો ફરતો હું અંબાજી આવ્યો. અંબાજીમાં મારાં કુળદેવી હતાં. કુલાચાર પ્રમાણે પ્રથમ ખોળાના પુત્રની અહીં બાબરી ઉતરાવવામાં આવતી. આબુરોડથી પગપાળા ચાલતાં ચાલતાં હું અંબાજી પહોંચ્યો. ચોમાસું શરૂ થઈ ગયું હતું. એટલે વરસતા વરસાદમાં પણ હું ચાલતો રહેતો. બે-ત્રણ દિવસ રહીને પગે ચાલતો દાંતા ગયો. અહીં કથા કરવાની ઇચ્છા થઈ. મંદિરમાં સગવડ પણ સારી હતી. લોકોનો ભાવ પણ ખૂબ હતો. પણ લગભગ સાંભળનાર શ્રોતાવર્ગ માત્ર બહેનોનો હતો. તે પણ બ્રાહ્મણ બહેનો તેમના પતિઓ અંબાજીમાં ગોરપદું કે દુકાનનું કામ કરતા.