૧૯૪૬ થી ૧૯૫૬ની વચ્ચે કિબરેટ કુમરાન ખાતેથી કોપરનાં સ્ક્રોલ મળ્યા હતા જેના પર પ્રાચીન ભાષામાં કશું આલેખાયેલું હતું જેને ડેડ સી સ્ક્રોલ તરીકે પણ ઓળખવામાં આવે છે.કહેવાય છે કે આ સ્ક્રોલ પર કોઇ છુપા ખજાનાનો નક્શો અંકાયેલો હોવો જોઇએ.આ સ્ક્રોલ પર જે ભાષા અંકાયેલ હતી તે પ્રાચીન હિબ્રુ હતી જે સદીઓ પહેલા ઉપયોગમાં હતી.આ સ્ક્રોલ પર સાઇઠથી વધારે જગાઓનો ઉલ્લેખ હતો અને ત્યાં સોના ચાંદીનો ખજાનો હોવાનું કહેવાયું હતું.આ સ્ક્રોલનાં આધારે ઘણાં લોકો છુપાયેલો ખજાનો શોધવા નિકળી પડ્યા હતા.જો કે કેટલાક વિદ્વાનો માને છે કે રોમનોનાં હાથમાં આ ખજાના આવી ગયા હશે. મોટાભાગના લોકોને શેક્સપિયરનું નાટક લવ્સ લેબર્સ વોન અંગે