નાની વાતોએ કોહરામ મચાવી દીધો.....

  • 428
  • 90

 એક માણસ જ્યારે ટોળાનો ભાગ બની જાય ત્યારે તેની વિચારવાની શક્તિ નષ્ટ થઇ જાય છે અને ટોળા દ્વારા અનેક એવા કારનામા કરવામાં આવે છે જે શરમજનક બની રહે છે.ક્યારેક ટોળાઓ કોઇ ગંભીર કારણોસર ઉત્પાત મચાવતા હોય છે પણ ક્યારેક તો સાવ અર્થહીન કારણો ભયંકર તોફાનોનું કારણ બની રહેતા હોય છે. ૧૦ મે ૧૮૪૯નાં દિવસે ન્યુયોર્કમાં એક આક્રમક ટોળાએ શેરીઓમાં ઉત્પાત મચાવી દીધો હતો.ટોળાએ ભારે પત્થરમારો કર્યો હતો અને પોલીસ પર પણ હુમલો કર્યો હતો.ત્યારે ટોળુ એકદમ નિયંત્રણહીન બની ગયું હતું.પહેલા આ ટોળાને કાબુમાં લેવા માટે હવાઇ ફાયર કરવામાં આવ્યુ હતું તે છતાં ટોળું શાંત ન થતાં સીધો ગોળીબાર કરાયો હતો