સત્યકામ જાબાલ सत्यमेव परं ब्रह्म सत्यमेव परं तप:।सत्यमेव परो यज्ञ: सत्यमेव परं श्रुतम्॥२३॥સત્ય જ પરબ્રહ્મ છે, સત્ય જ પરમ તપ છે, સત્ય જ પરમ યજ્ઞ છે અને સત્ય જ શ્રેષ્ઠતમ શાસ્ત્ર છે॥ પ્રાચીનકાળમાં આપણા દેશમાં શિક્ષણ પદ્ધતિ ગુરુકુળો પર આધારિત હતી. ઘના વનોની વચ્ચે, નદીઓના કાંઠાઓ પર અથવા પર્વતોની સુંદર ખીણોમાં ઋષિ-મહર્ષિ આશ્રમ બનાવી રહેતા હતા. તે સામાન્ય રીતે ગૃહસ્થ હોય, જે બાળકો અભ્યાસ કરવા ઈચ્છતા હતા, તેઓએ આ આશ્રમોમાં આવીને રહેતા. આ આશ્રમોનું વાતાવરણ ખૂબ જ સુંદર, શાંત અને સુખદ હતું કારણ કે ચારેય બાજુ પ્રકૃતિની શોભા છવાઈ રહેલી હતી. આશ્રમોની નજીક જ કલ-કલ અવાજ કરતી નદીઓ વહેતી અથવા