બેડએશ રવિકુમાર

બેડએસ રવિકુમાર- રાકેશ ઠક્કર   હિમેશ રેશમિયાની ફિલ્મ ‘બેડએશ રવિકુમાર’ ના ટ્રેલર પછી એના સંવાદ અને એક્શનની બહુ ચર્ચા હતી. કેટલાક સમીક્ષકોએ ફિલ્મના વિચિત્ર રીતે બહુ વખાણ કર્યા છે. પરંતુ સામાન્ય દર્શકની દ્રષ્ટિએ આ એક મનોરંજન માટેની અને જોઈને ભૂલી જવા જેવી ફિલ્મ હોવા છતાં બોલિવૂડ માટે મહત્વની ગણાઈ નથી. આજકાલ ફિલ્મોમાં બે ગીત હોય તો પણ વાર્તામાં એની જરૂર ન હોવાની ટીકા થાય છે ત્યારે ‘બેડએશ રવિકુમાર’માં અઢળક ગીતો છે. એમ કહી શકાય કે ગીતોની વચ્ચે થોડા દ્રશ્યો અને વાર્તા ચાલે છે. તે એ હદ સુધી કે છેલ્લે એકસાથે છ ગીતોની હારમાળા છે. ત્યારે એમ લાગશે કે આ ફિલ્મ છે કે સંગીતની કોઈ કોન્સર્ટ? દર દસ મિનિટ