પા - ભાવનગર જિલ્લાનું ગામ

  • 804
  • 186

ધારાવાહિક:- ચાલો ફરવા જઈએ.સ્થળ:- પા, ભાવનગર જિલ્લો.લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની.આપણો દેશ માત્ર સંસ્કૃતિ અને ધર્મ કે જ્ઞાતિ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ વિવિધ અટપટા નામો ધરાવતાં ગામો અને શહેરો માટે પણ જાણીતો છે. આવું જ એક ગામ એટલે ભાવનગર જિલ્લામાં આવેલું 'પા' ગામ. ચાલો, આજે આ એક અક્ષરનાં ગામની મુલાકાતે જઈએ.ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા  ગુજરાત  રાજ્યના  સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર જિલ્લામાં આવેલા જેસર તાલુકામાં આવેલું એક ગામ આ 'પા' ગામ છે. આ ગામના લોકોનો મુખ્ય  વ્યવસાય  ખેતી,  ખેતમજૂરી તેમ જ  પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે  ઘઉં,  જીરુ,  મગફળી,  તલ, બાજરી, ચણા, કપાસ, દિવેલા, રજકો તેમજ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં  પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પણ ઉપલબ્ધ