નિતુ : ૮૪(વિદ્યા) નિતુ ત્રણ દિવસ પછી ઓફિસ આવી. મિટિંગ રૂમમાં કરુણાને પોતાની નજર સમક્ષ બેસારી વિદ્યા તેની રાહ જોતી હતી. હળવેથી મિટિંગ રૂમનો દરવાજો ખોલી તે પ્રવેશી. તેને જોઈ વિદ્યા ઉભી થઈ ગઈ. તેની નજીક ગઈ અને પૂછવા લાગી, "નિતુ..! ક્યાં હતી? તને ખબર છે મને તારી કેટલી ચિંતા થતી હતી."તેના ચેહરા પર ગામ્ભીર્ય હતું. તે બોલી, "હું કરુણા માટે આવી છું, તમારે માટે નહિ.""નિતુ! તું... "તેને બેધ્યાન કરી નિતુ કરુણા પાસે જઈ કહેવા લાગી, "ચાલ કરુણા...""નિતુ મારી વાત સાંભળ..." આજીજી કરતી વિદ્યા તેને રોકવાનો પ્રયત્ન કરવા લાગી.કરુણા ઉભી થઈ અને બંને સહેલી હાથમાં હાથ પરોવી ચાલવા લાગી. વિદ્યા તેની