નિતુ : ૮૩(વાસ્તવ) નિતુ પોતાના ઈરાદાની પાક્કી છે એ નિકુંજને ખાતરી થઈ ગયેલી. પરંતુ આજે કાફેમાંથી વહેલાં જતી રહી અને સાંજે તેની પાછળ તેના ઘર સુધી ના આવી એ વાત એને સમજાઈ નહિ. ઘરે પહોંચ્યા પછી વારંવાર તેણે ઘરની બહાર નજર કરી. અંતે સુવા જતા પહેલા એણે ઉપર પોતાના બેડરૂમની બારીમાંથી બહાર જોઈને ચેક કર્યું. નિતુ તેને કશેય ના દેખાઈ.અઠવાડિયામાં એકાદ બે વાર કાફે જતો નિકુંજ સતત ત્રણ દિવસથી કાફે પર જતો હતો. આજે તેને ઘરે જ રહેવાની મૂડ હતું. મિહિરે તેને ફોન કર્યો, "આજે તું આવવાનો છે?""આવવાનો વિચાર તો નથી. પણ થોડા સમય માટે આવી જઈશ.""ઠીક છે તો પછી હું તને