સવારની રાહનો અંત આવતા જ , જેમ સૂરજ આકાશે ચડે, બસ એમ જ બાઈક પર ચડી આરાધનાના ધરમાં ઊગી નીકળ્યો. આરાધના તો અનંતને એના ધરમાં આમ અચાનક જોઈ ધડીક વાર તો સ્તબ્ધ જ થઈ ગઈ. અરે, અનંત તુ આમ અચાનક કેવી રીતે? તે તો મને ડરાવી જ દીધી. આરાધના, તુ મારાથી હજુ સુધી ડરતી હોય તો તો મારી આ તારી સાથેની નાનપણની મિત્રતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન(?) મૂકવુ પડે.અનંતે કહ્યુ. અરે, એમ ડરનુ નથી કહેતી, તુ અચાનક કોઈ પણ જાણ વગર આમ વીજળીના કડાકાની જેમ આવી પડે તો હું તો ડરી જ જાઉને.