આપણે સમાચાર કે મીડિયામાં જોઈએ ને સંભાળીએ કે અચાનક દાવાનળ ફાટી નીકળ્યો અને લાખો લોકોના ઘર ઉજડી ગયા. જાત્રાના સ્થળે એકાએક બરફ પડ્યો અને સેંકડો જાત્રાળુઓ દટાઈને મરી ગયા. બે ભાઈઓ વચ્ચે મિલકતની વહેંચણીમાં જબરો ભાઈ બધું પચાવી ગયો, બીજો ભાઈ દુઃખી છે. નીતિ-પ્રામાણિકતાથી નોકરી કરનાર દુઃખી થાય છે જ્યારે અનીતિ અને અપ્રમાણિકતા આચરનારા બંગલા બાંધે છે, મોંઘી ગાડીઓમાં ફરે છે અને જલસા કરે છે. નિર્દોષ માણસ જેલમાં સજા ભોગવે છે, જ્યારે ગુનેગારો બહાર છૂટા ફરે ને મોજ કરે છે. પીડિત કોર્ટ-કચેરીના ચક્કરો લગાવીને થાકી જાય છે પણ તેને ન્યાય નથી મળતો. ત્યારે આપણને પ્રશ્ન થાય કે આવું કેમ? કેમ