ઇતિહાસનો અર્થ જે વીતી ગયું છે તે અને ઇતિહાસની સિલસિલેવાર હકીકતોનો અભ્યાસ કરીએ ત્યારે જણાય છે કે તે ઘટનાઓ કયારેક તો આપણી કલ્પનામાં પણ ન આવે તેટલી ઘાતકી અને ક્રુર હોય છે.યુદ્ધને જન્માવતી ઘટનાઓ, રોગચાળો અને હત્યાઓની ઘટનાઓ તો લોકોની નજર સમક્ષ જ પસાર થઇ હોય છે અને આ ઘટનાઓ કેટલી જઘન્ય હોય છે તે આપણને તો ખબર જ હોય છે.આ ઘટનાઓ હોલિવુડની હોરર ફિલ્મોને પણ ભૂ પીવડાવે તેટલી ખતરનાક હોય છે.જો કે ફિલ્મ માટે તો આપણે એવું કહી શકીએ છીએ કે તે તો ફિલ્મ માત્ર છે પણ આ હકીકતમાં ઘટેલી ઘટનાઓનું કોઇ જસ્ટિફિકેશન આપણી પાસે હોતું નથી.૨૦૦૩માં યેંગ લિવીએ