હોલિવુડની ફિલ્મ સ્ટારવૉર્સ યાદ હશે જ. જેની લેઝર જેવી દેખાતી તલવારી લડતા યોદ્ધાઓના ફાઈટ સીન જાેઈને મજા આવતી. આમ તો આ જૂની ફિલ્મ હતી પણ યુવાનોમાં ખુબ જ પ્રચલિત બનેલી હોલિવુડની ફિલ્મ ફાસ્ટ એન્ડ ફયુરિયસમાં કારના ટાયરમાં થતાં સ્પાર્ક, ટાયર ઘસાવાથી થતો લાંબો અવાજ એક ટેકનોલોજીની મદદથી સેટ કરાયા. જાેકે, ફિલ્મમાં બધુ રિયલ નથી હોતું પણ અહીં ફિલ્મનો ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે આ બંને ફિલ્મમાં જે ઈફેક્ટનો ઉપયોગ થયો છે. એ ઈફેક્ટ ૩ડી અને હોલોગ્રાફિક્સનું કોમ્બિનેશન છે. હવે પ્રશ્ન એ થાય છે કે, હોલોગ્રાફિક્સ ઇફેક્ટ એટલે શું ? વિશ્વમાં દિવસે દિવસે નવી નવી ટેકનોલોજી બદલાતી જઇ રહી છે.