ભારત જ નહીં હવે, વિશ્વ ડિજિટલ માર્કેટિંગ તરફ વળી રહ્યું છે. વેપારીઓ ડિજિટલ પ્લેટફોર્મ થકી વેપારને સરળતાથી કેવી રીતે ઓપરેટ કરી શકાય તે સંદર્ભે પણ ઘણા જાગૃત થયા છે. મોટા વેપારીઓ માટે એક ઈ-કોમર્સ વેબસાઇટ બનાવીને, પેમેન્ટ ગેટવે સુવિધા લઈને, માણસો રાખીને પોતાના વ્યવસાયને યોગ્ય રીતે સંચાલીત કરીને આગળ વધવું સરળ છે. પરંતુ મધ્યમ વર્ગના અને નાના વેપારીઓ પોતાના વેપારને આગળ વધારવા તો માગે છે, પણ તેમની પાસે પુરતું ડિજિટલ જ્ઞાન નથી. જેથી ડિજિટલ પ્લેટફોર્મને વેપાર સાથે જાેડવામાં તેમને મુશ્કેલી આવી રહી છે. તેમજ વેબસાઈટ અને એપ્લિકેશનમાં ઈન્વેસ્ટ કરવાનું ટાળે છે. આવા તમામ નાના અને મધ્યમ વર્ગના વેપારીઓ માટે સૌથી