સ્માર્ટ હોમ્સ ટેકનોલોજી

મહાનગરમાં વસવાનું અને ત્યાં ઘર લેવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. ઘરનું ઘર હોય એટલે પરિવાર સુખી મનાય છે. પણ મહાનગરમાં ઘર લેવાનું સપનું દરેકનું પુરૂ થતું નથી. ઘર એટલે દરરોજની દિનચર્ચાની પાછળ મૂકાતું એવું પૂર્ણવિરામ જ્યાં શાંતિ ફીલ થાય અને આખા દિવસનો થાક પણ ઊતરી જાય. પણ આપણી ઈચ્છાઓના અખુટ લીસ્ટને કારણે ક્યારેક ઘર તો એના મૂળ સ્વરૂપમાં રહે છે પણ એના રૂમ ડામચિયામાં ફેરવાતા જાય છે. લિવિંગ રૂમને બાદ કરતા બેડરૂમ ધીમે ધીમે સ્ટોરરૂમ બનતા જાય છે. કારણ કે, વસ્તુઓની ભરમાર અને ઓછી જગ્યાઓને કારણે ઘણી વખત મેનેજ કરવું ભારે થઈ પડે છે. આપણી પાસે શું છે અને