બસ, ટ્રેન, કાર અને એર ટ્રાવેલિંગ બાદ હાઇપરલુપ એક નવું સાહસપરિવહનનું સૌથી ફાસ્ટ અને આધુનિક માધ્યમ આપણા દેશમાં પરિવહન ક્ષેત્રે સારો એવો વિકાસ થયો છે. એ વાત અલગ છેકે પેટ્રોલ ડીઝલના ભાવને કારણે કામ સિવાય કોઈને ફરવું અત્યારે પોસાય એમ નથી. બસ, ટ્રેન, એર સર્વિસ બાદ શિપિંગથી પણ એક પગલું આગળ વધીને હવે ચોથું પરિવહન માધ્યમ તૈયાર થઈ રહ્યું છે. જે રોડ, હવામાં કે પાણીમાં નહીં પણ એક વિશાળ પાઈપની અંદર ચાલે છે. જેમ મેટ્રો રેલ અને મેગ્નેટિક ટેકનોલોજીએ આખી દિશા બદલી નાખી એમ હાઇપરલુપ એક નવા પરિવહન ક્ષેત્રમાં શ્રી ગણેશ કરશે. હાલમાં આ પ્રોજેકટનો પ્રથમ ટેસ્ટિંગ ફેઝ પૂર્ણ થઇ