હાલની કોરોના મહામારીના કારણે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. આજના યુગમાં વ્યક્તિ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ માટે હવે, ઓનલાઇન પ્લેટફોર્મ પર ર્નિભર થયા છે. જેના પુરાવા ઇ-કોમર્સના આંકડા પરથી મળે છે. ઇ-કોમર્સના વ્યવસાયમાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ઇ-કોમર્સ વૈશ્વિક ફ્રેમવકર્નો એક અનિવાર્ય ભાગ બની ગયો છે. અન્ય ઘણા ઉદ્યોગોની જેમ, રિટેલ લેન્ડસ્કેપમાં પણ ઇન્ટરનેટના આગમન પછી નોંધપાત્ર પરિવત્રન આવ્યું છે. જેમકે લોકોની આધુનિક જીવન શૈલીમાં ડિજિટલાઇઝેશનનો સંપૂર્ણ પણે સમાવેશ થઈ ચુક્યો છે. જેમ જેમ વિશ્વભરમાં ઇન્ટરનેટનો ઉપયોગ અને અંગિકાર ઝડપથી વધી રહયો છે, તેમ તેમ ડિજિટલ ખરીદદારોની સંખ્યા પણ વધી રહી છે. એક રિપોર્ટ મુજબ