આસપાસની વાતો ખાસ - 17

17. MLAબધી કારો એક સરખી ઝડપે પુરપાટ જતી હતી. એ એક્સપ્રેસ વે હતો. ઓચિંતું પાછળથી જોરથી હોર્ન વાગ્યું, મારી આંખ અંજાઈ જાય એ હદે લાઈટ આવી. હું ચલાવતો હતો તે મહાનુભાવની કારને સાચવીને સહેજ બાજુમાં લઉં ત્યાં તો અમારી કારને ડાબેથી ઓવરટેક કરી જોરથી હોર્ન વગાડતી એ વૈભવી કાર  બીજી બધી કારોને જાણે ચીરતી આગળ ધસી ગઈ. એની ઝડપ બીજી કારો કરતાં  વધુ તો હતી જ,  ખૂબ રફ ડ્રાઈવિંગ લાગ્યું. દસ પંદર મિનિટ  આગળ ગયા  ત્યાં  આગળ   બેય તરફ વાહનોની ખૂબ મોટી લાઇન હતી.રેલ્વેનું  ફાટક હમણાં  જ ખૂલેલું. બધી કાર, સ્કૂટર વાળાઓ અને નાનાં  મોટાં વાહનો સાઈડ દબાવી સામેથી આવતાં