મને ઘણીવાર વિચાર આવતો કે મારા મનમાં જે એમના માટે લાગણી છે એવી લાગણી એમને મારા માટે હશે ? કદાચ હશે તો જ એ આ રીતે શાળાએ આવતા હતા ને! પણ મને મારા વિચારોનો જવાબ મળતો ન હતો અને હું ફરી પાછી ભણવામાં લાગી જતી. પરીક્ષા પતી ને થોડા સમયમાં દિવાળી આવી. હું ફોઈના ઘરેથી મારા ઘરે આવી. અહી આવીને જોયું કે કંઈ જ બરાબર ન હતું. દરેક વખતની જેમ મમ્મી કામ કર્યા કરતી અને બેન કોઈ ને કોઈ બહાનું કાઢી ઘરની બહાર રહેતી. ભાઈ પણ ભણવામાં ધ્યાન આપતો ન હતો. એ પણ દસમા ધોરણમાં હતો પણ એ પ્રમાણે મહેનત