જાદુ ભાગ ૬આજે કોઈને પણ જગાડવાની જરૂર ના પડી . બધા બાળકો જલ્દી જાગી ગયા . નાહી ધોઈ તૈયાર થઈ ગયા . મીન્ટુ નો પહેલો દિવસ હતો એટલે દિશા બેને એને તૈયાર કર્યો અને રોજનો ક્રમ સમજાવ્યો .બધા બાળકો તૈયાર થઈ નાસ્તો કરવા ગયા . ગરમાગરમ બટાટા પૌવા નાસ્તામાં હતા. ચીમનભાઈના હાથની રસોઈ નો સ્વાદ બધાને જ ગમતો . બધા બાળકોએ પેટ ભરી નાસ્તો કર્યો ને દૂધ પીધું . મીન્ટુ એ બે ચમચી પૌવા ખાધા અને દૂધ પીધું નહીં .પ્રાર્થના પૂરી કરી બધા પોતાના ક્લાસમાં ગયા . ભીખુ મિન્ટુ નો હાથ પકડી ક્લાસમાં લઈ ગયો. વિદ્યા બેને મિન્ટુને એની નવી