તલાશ 3 - ભાગ 28

  • 274
  • 1
  • 106

lડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.   એક મહિનાની મોહલત મળ્યા પછી હું મારતે ઘોડે પાછો આપણા ગામ અજ્વાળીયા આવવા નીકળ્યો. અજ્વાળીયાથી ઇન્દોર જવાના લગભગ 18 દિવસ થયા હતા. માંડ 2 પ્રહાર ઇન્દોરમાં રોકાઈને હું પાછો અજ્વાળીયા આવવા રવાના થયો હતો. અને 13મેં દિવસે હું પાછો અજ્વાળીયા પહોંચ્યો. આટલા દિવસ સતત ઘોડા પર બેસીને મુસાફરી કરી હોવાથી મારા ઢગરા છોલાઈ ગયા હતા. આખું અંગ કળતું હતું. હાથ પગ સતત ધ્રુજતા હતા. કઈ ખાવા પીવાની ત્રેવડ બચી ન હતી. તમે બધા છોકરાવ મને પાછો આવેલ જોઈને ખૂબ રાજી થયા. પણ