ડિસેમ્બરની સીઝન એનઆરઆઇ સીઝન ગણાય છે. જેમાં વિદેશમાં વસેલા મૂળ ભારતીયો વતન આવતા હોય છે. જેને હવાઈ મુસાફરી કરી હશે એને ખ્યાલ હશે કે, ફલાઈટના ટાઈમિંગના ૨થી ૩ કલાક પહેલા પહોંચવું પડતું હતું. કારણ કે, ટેગિંગ, સિક્યુરિટી ચેક, વિદેશ જવાનું હોય તો વિઝા પ્રોસેસ, ઈમીગ્રેશન ચેક ઈન જેવી અનેક પ્રક્રિયા પાછળ સમય જતો હતો. આ ઉપરાંત લાંબી પાકિર્ગ લાઈન, સામાન માટેની ટ્રોલીના ઈસ્યુ જેવી અનેક કડાકુટમાંથી પસાર થવાનું. પણ આવનારા એક દાયકામાં આ તમામ વસ્તુ ભૂતકાળમાં અમર થઈ જવાની છે. કારણ કે, દુબઈ, સિંગાપોર, હોંગકોગ, જાપાન તથા ઓસ્ટ્રેલિયામાં એક એવી એવિએશન સિસ્ટમ તૈયાર થઈ રહી છે જે એરપોર્ટ પ્રોસિજરને જળમૂળથી