શંખનાદ - 19

  • 160

રોડ પર ટ્રાફિક બહુ હતો ..ફિરદોશે શકીલ ને રોડ ની બીજી બાજુ ઉતાર્યો હતો ..એટલે જો શકીલે ગુલ્ફામ ગુલદસ્તા ની જગ્યા પર પહોંચવું હોય તો એને રોડ ક્રોસ કરીને સામેની બાજુ જે ગલી છે એ ગલીમાં લગભગ ૪૦૦ મિત્રો જેવું ચાલવાનું હતું પછી ડાબી બાજુ એક દરગાહ આવશે ત્યાં એક વળાંક છે ..ત્યાં એક ઝાડ ની નીચે ચા ની કીટલી છે ..ત્યાં ઉભા રહીને ડાબી બાજુ ઉપર જોઈએ તો ત્રણ માલ ના મકાન માં ત્રીજા મળે ગુલ્ફામ ગુલદસ્તા ની ઓફિસ હતી ..દરેક સીબી આઈ એજન્ટ ને ગુલ્ફામ ગુલદસ્તા ની ઓફિસ ખબર હતી ..ગુલ્ફામ નો ધંધો ટુર અને ટ્રાવેલ્સ નો હતો