મુબારક બેગમહિન્દી ફિલ્મોનાં કેટલાક નોંધપાત્ર ગીતોની યાદી જ્યારે તૈયાર કરાય ત્યારે એક ગીત અચુક તેમાં સ્થાન પામે તેવું છે અને તે ગીત છે કભી તન્હાઇયોંમે યું હમારી યાદ આયેગી... સંગીતની સ્હેજ પણ સમજ ધરાવતા કે સારૂ સંગીત સાંભળવાની જેમને ઇચ્છા હોય તેમણે ક્યારેક યુટ્યુબ પર આ ગીત સાંભળવા જેવું છે ગમે તેવા વ્યક્તિની આંખો ભીની કરી દે તેવું આ ગીત છે અને આ ગીતને અવાજ આપનાર ગાયિકાનું નામ છે મુબારક બેગમ.ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ગંદી પોલિટિક્સને કારણે તેમને જોઇએ તેવી તક મળી ન હતી તેમ છતાં જેટલા ગીતો તેમણે ગાયા છે તેમાં અનેક એવા ગીતો છે જેને આજે પણ જુની પેઢીનાં લોકો